ડસ્ટબીન..

“કચરો મને આપો”,કચરાપેટી પર લખેલા આ વાક્ય થી બધા પરીચીત હશે.અલબત બધાની નજરમાં આવેલુ જ હશે.કચરાપેટી કચરો સ્વીકારી ગલીઓ અને રોડ પર ફેલાતી ગંદગી દૂર કરવા ૨૪ અવર તૈયાર રહે છે.પરંતુ વાચકો માટે એક પ્રશ્ન ,ભારતની સૌથી મોટી કચરાપેટી કઇ છે? ખબર ? “સંસદ”.

         સંસદ ભારતનું હદય છે.સંસદની ગરીમા ભારતીય બંધારણમાં સૌથી ઉપર છે.સંસદના ખરા માલિક Mango people છે.પરંતુ હાલની પરીસ્થિતીના અનુસંધાનમાં સંસદને કચરાપેટીની ઉપમા આપ્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી.સંસદમાં બીરાજતા M.P(મેમ્બર ઓફ પાર્લામેન્ટ) માંથી ૧૬૨ M.P પર ૫૬૦ જેટલા કેસો ચાલે છે. ૧૪ M.P પર મર્ડર કેસ, ૨૦ M.P પર અટેમ્પ્ટ ટુ મર્ડર કેસ, ૧૩ M.P પર અપહરણના કેસ ચાલે છે.આ આંકડો ફક્ત ન્યાયપાલીકાની નજરમા આવેલા M.P નો છે.પરંતુ જેના કૌભાંડો અને ગુનાઓનો પર્દાફાશ ના થયો હોય તેવા M.P? તેવા લોકો માટે એક વાક્ય ઇનફ છે,”બધાને છેતરી શકશો પરંતુ પોતાની જાતને !”.સંસદમાં બીરાજનારા અડધોઅરત M.Pઓ નું ચારીત્ર્ય કચરા સમાન છે. સિમ્પલ વાત કચરો જમા થતી જગ્યા એટલે કચરાપેટી,ગામડાની ભાષામાં ઉકરડો. સંસદ એ ભારતની સૌથી મોટી કચરાપેટી?

                   દેશના પ્રત્યેક નાગરીકને સંસદ પ્રત્યે માન-સન્માન હોવું જોઇએ. સંસદ એટલેIndia. સમસ્યા સંસદ નથી પરંતુ સંસદમાં બિરાજતા લોકો છે.જે M.Pઓનું ચારીત્ર્ય દાગવિહીન છે,પ્રામાણીક છે,તેને આ વાત સાથે કોઇ લેવા-દેવા નથી.તેમને ભેંસની જેમ ભાંભરી ખોટા બખેડાઓ કરવાની કે પછી વિવાદાસ્પદ સ્ટેટ્મેન્ટ કહેવાની જરુર નહી પડતી.

                  સંસદમાંથી કચરાના નિકાલ માટે આમ જનતા પાસે એક જ હથિયાર છે, “ચૂંટણી”,એક વાતનો જવાબ હજુ નહી મળતો ચૂંટણી સમયે ઉમેદવાર ચૂંટતી વખતે લોકો આંધળા બની જાય છે, કે પછી ખૂરશી મળતાની સાથે જ ઉમેદવાર “કેમેલીયોન” બની જાય છે. મોંઘવારી, કરપ્શન જેવા ઇસ્યુ દેશની કમર તોડી રહ્યા છે.દેશ અંદરથી ખોખલો થઇ રહ્યો છે,આ વાત સંસદોને કેમ નથી સમજાતી?

                  આજ પરીસ્થિતી રહેશે તો આવનારા પાંચ વર્ષ પછી જન્મતું બાળક માતા અને પિતા પહેલા મોંઘવારી, કરપ્શન, ગરીબી જેવા શબ્દો બોલવા લાગશે તો અચરજ નહી લાગે.દેશના નાગરીકને ગ્રીનહાઉસ ઇફેક્ટ જેવી કુદરતી સમસ્યાઓની ચીંતા કરતાં આવી વાહીયાત સમસ્યાઓ વધુ સતાવી રહી છે. જનરલ વિ.કે.સિંહ ની વાત જોતા એવું લાગે છે,દેશની સિમારેખાઓની સુરક્ષા કરનારી આર્મિ જ સુરક્ષીત નથી, આમ નાગરીકની વાત તો બહુ દૂર રહી! સરકાર તો બહુ ગહેરી ઉંઘ કરી રહી છે,કરપ્શન, મોંઘવારી ગરીબી જેવા લોહી ચૂંસતા કીડાનો નાશ કરવા આમ નાગરીકે જ આગળ આવવું પડશે.

                 આ સમયે અજય દેવગણ અભિનીત, પ્રકાશ ઝા ડાયરેક્ટેડ ગંગાજલ મૂવીનો એક ડાયલોગ યાદ આવે છે, “ પબ્લિક કો વૈસી હી પુલીસ મીલતી હૈ,જૈસા પબ્લિક ચાહતી હૈ. આ ડાયલોગ માંથી ‘પોલિસ’ શબ્દ રીમુવ કરી ‘દેશ’ શબ્દ એડ કરી જુઓ.કોઇ રસ્તો મળી પણ જાય!

  •                   સંસદને કચરાપેટી ની ઉપમા,આ વાત પર બખેડો કરવાની જરુર નથી. જરુર છે સમસ્યા દૂર કરવાની.યુવાન રાઇટર હોવાને નાતે મારી વાત કલમથી કહેવાની કોશીશ કરી છે.સર્પચાલની જેમ આર્ટીકલ દિશા બદલી રહ્યો છે,પરંતુ ટાર્ગેટ સમજી શકાય છે.
Advertisements

ખરેખર ,સત્ય છે?

 

Image

                             

પ્રુથ્વીલોક પર માત્ર સૂર્ય અને ચંદ્રને જ માન મળ્યુ ,આપણી કંઇ ‘વેલ્યુ’ જ નથી! સૂર્ય અને ચંદ્ર સમોવડીયું માન મેળવવા અને પ્રુથ્વીલોક પર પૂજાવા માટે આપણે શું કરવું તે સંદર્ભે ગ્રહોની એક મિટીંગ મળી.બધા ગ્રહો પ્રુથ્વી પર આવ્યા,એક પછી એક દેશમાં પોતાની સતા પ્રસ્થાપિત કરવા માટે કોશીશ કરવા લાગ્યા.

અમેરીકા,જાપાન અને યુરોપ ના વિકસીત દેશોમાંતેમને સફળતા હાથના લાગી.તે દેશો ”યંત્રોને પ્રાધાન્ય આપતા હતા મંત્રોને નહી.”આખરે હતાશ થઇ ગયેલા ગ્રહોની નજર ભવ્ય ભારત દેશ પર પડી.ગ્રહોએ ભારતના લોકો ને વાત કહી,અમે તમોને ‘મફત’ માં નડ્શું,અમારુ નડતર તમે વિધિ દ્રાર દૂર કરી શકશો.મફત શબ્દ સાંભળતા જ ભારતના લોકોના મન રુપી ગોલામાંથી મધમિઠો રસ નિતરવા લાગ્યો.નડતર માટે પૈસા ક્યાં લે છે,તેવા ભાવ સાથે ગ્રહોનું નડતર હસતા મુખે સ્વિકારી લીધુ.આ રીતે ગ્રહોની મનુષ્યો દ્રારા પૂજવાની ઇચ્છા પુરી થઇ અને ”પાખંડી” બેરોજગારો માટે રોજગારીની એક વિશાળ તક ઊભી થઇ…

હવે, ગ્રહો પણ આ ઢોંગથી કંટાળી ગયા છે.તમને પણ લોકો દ્રારા પાથરેલી નડતરની ચાદરમાંથી બહાર નિકળીને ગેલેક્સીમાં શાંતીનુ જીવન જીવવું છે,પરંતુ તે જાણતા નથી આ ‘The great India’ ના લોકો છે સહેલાઇથી પીછો નહી છોડે.

મુઠ્ઠીભર અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થવા માટે ૩૦૦ વર્ષ લાગ્યા. હે ગ્રહો તમેતો વિશાળ છુઓ તમારી નડતર રુપી ગુલામી માંથી આઝાદ થવા માટે અમારા ‘ભારતવર્ષ’ ને કદાચ ૩૦૦૦ વર્ષ પણ ઓછા પડશે!તમને માત્ર પેલા અંગ્રેજોની જેમ દેશમાંથી જ તડીપાર નથી કરવાના પરંતુ ૧૨૧ કરોડ ભારતીયોના મનમાંથી મુક્ત કરવાના છે..કેટ્લું અઘરુ???

 

Virginity : Gift to Husband

“G” ફેકટર,”G” ફોર જનરેશન, ”G” ફોર girls. આજની જનરેશનની યુવતીઓ એટલે ડ્રેસ પહેરેલ ચારીત્ર્યની મૂર્તિ, જીન્સ અને ટી-શર્ટ પહેરેલ હાફ મોર્ડન ફેશનનું પડીકુ, ઘાઘરો-ચોલી પહેરેલ રુપસુંદરી, સ્કર્ટ પહેરેલ કોલ્ડ કુલ્ફી, ફ્રોક પહેરેલ ક્યુટ ઢીંગલી, સ્કીનના બહાને સ્કાપ પહેરી સંતાકુકડી રમતી સોનપરી, બિકીની પહેરી અંગપ્રદર્શન કરતી પીપરમેન્ટ, સ્તન વચ્ચે પડતી અડધી તિરાડ બતાવી વિઝ્યુઅલ રસપાન કરાવતી રસબરી,ડીઝાઇનર દ્રારા તૈયાર કરાયેલા વસ્ત્રો પહેરેલ કોસ્મેટીક ક્વિન. યુવતીઓ ફોરવર્ડ થતી જાય છે.

ફેશનના મેટ્રીક્સમાં લપેટાઇ નાઇટ પાર્ટી, રેવ પાર્ટી, સ્મોકિંગ, લગ્ન પહેલા સેક્સને આધીન બનવા લાગી છે. માત્ર થોડાક લમ્હાના સંતોષ માટે પોતાના જીવનની ગાડીને રોંગટર્ન પર લઇ જવા લાગી છે.વાસનાનો ઘડો ઓવરફ્લો થતો જાય છે, ઇન્ટરનેટ પર ચેટ દરમ્યાન યુવતીઓ ને How r u? પૂછતા ફક્ત એક જ જવાબ મળે, I m horny right now. યુવતીઓમાં લગ્ન પહેલા શારીરીક સબંધો બાંધવાની રેસ ચાલી રહી છે. સેમેસ્ટર સાથે બોયફ્રેન્ડ પણ બદ્લાય જાય. કોલેજીયન યુવતીઓ એક જ કેલક્યુલેશન પર ચાલે છે,વર્જીનીટીનો ત્યાગ બદલામાં બોયફ્રેન્ડ તરફથી મળતું ઐયાશી+ATM+Gift નું ત્રીપલ પેકેજ, ફાયદાનો બિઝનેસ છે. “સ્ત્રી એ મર્યાદાની મૂર્તિ છે.” હજારો વખત વાંચેલ આ વાક્ય ૮૦ ટકા કેસમાં ખોટુ પડી રહ્યુ છે.

ગવર્મેન્ટ ઓફ ઇન્ડીયાની એક સંસ્થાના અહેવાલ મુજબ ૮૦ ટકા યુવતીઓ લગ્ન પહેલા પોતાની વર્જીનિટી(કૌમાર્ય) ગૂમાવી દે છે. તેમાંથી માત્ર ૨૦ ટકા યુવતીઓ પોતાની વર્જીનિટી  સાઇક્લિંગથી અને સ્પોર્ટસ ક્ષેત્રે સંકળાઇ ને ગૂમાવે છે. જ્યારે ૬૦ ટકા યુવતીઓ લગ્ન પહેલાના સેક્સથી પોતાની વર્જીનિટી ગૂમાવી બેસે છે. લાંબા સમય સુધી સાઇક્લિંગ કરતી યુવતીઓ અને સ્પોર્ટસ , એથલેટીક્સ ક્ષેત્ર સાથે સંકળાયેલી યુવતીઓ પોતાની વર્જીનિટી ગૂમાવી બેસે છે તે વાત  વૈજ્ઞાનિક સિધ્ધાંતોને મુજબ સમજી શકાય તેવી બાબત છે. પરંતુ રંગરેલીયા મનાવી ગ્લેમરસ અને વાસના ના નશામાં પોતાની વર્જીનિટી ને નિલામ કરવી યોગ્ય કહેવાય !

લગ્ન બાદ પતિનો પત્નિ પ્રત્યેનો વિશ્વાસ જ એક પત્નિ માટે સૌથી મોટુ સુખ કહેવાય.લગ્ન સમયે સ્ત્રી દ્વારા પોતાના થનારા પતિને આપેલ વર્જીનિટી- અનમોલ ગીફ્ટ, વિશ્વાસને જોડતી કળી, લાગણીઓ નો સેતુ. અપાતા બધા જ ટાઇટલ બહુ ટૂંકા લાગશે. સુહાગ રાતના દિવસે પોતાના જિવનસાથીને દહેજમાં આપેલ વર્જીનિટીથી સ્ત્રી એક પણ શબ્દ બોલ્યા વગર માત્ર સ્માઈલથી જ પોતાની મર્યાદા અને દાગવિહીન ચારીત્ર્યની તસવીર પ્રસ્તુત કરી જિંદગીભર પતિનો પ્રેમ પામવામાં સફળ બને છે. વર્જીનિટીની ગીફ્ટ સામે હરીપતી ખર્ચી ખરીદેલી ગીફ્ટનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ ઝીરો.

લગ્ન પહેલા કરેલા હુસ્નના જાદુ લગ્ન બાદ કૂદકા મારવા લાગે ત્યારે સ્ત્રી પોતાની જાતને રોકી શકતી નથી.પતિ દ્વારા મળતો સંતોષ કડવો લાગવા માંડે છે,પ્રોબલેમો શરુ, લાઇફનું કચ્ચરઘાણ. વાસના પર પોતાના દ્વારા પણ કાબુ મેળવી શકાય છે. વાત વાહીયાત નથી, વિચાર્યા જેવી છે. દરેકે સમજવાની જરુર છે. ફાસ્ટ યુગમાં ધીરજ રાખવી જરુરી છે, એક સ્ટેજ પછી દરેક યુવતીને સુખ આપનારો જીવનસાથી મળશે,(વડીલો અને સગાસબંધીઓ દ્વારા પ્રામાણીત થયેલ).તેની સાથે અમૂલ્ય જીવનનો લુપ્ત ઉઠાવો, લાઇફના ગાર્ડનમાં આનંદ અને ખુશીના ફૂલો ઉછેરો,મનગમતા દાવો અને મનગમતી હરકતો..નો પ્રોબલેમ.